હોમિયોપેથિક સારવાર કેન્દ્ર​

ડો. પ્રીતિ એ. રેશમવાળા (D.H.M.S. GOLD MEDALIST)

  • મો : 9825154265

અહીં શું થાય છે?

  • હું, ડો. પ્રીતિ રેશમવાળા લગભગ ૨૫ વર્ષથી હોમિયોપેથિક ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહી છું. પ્રાર્થનાસંઘ ભદ્ર-આશ્રમ. અઠવાલાઇન્સ, સુરત ખાતે હું છેલ્લા છ વર્ષથી હોમિયોપેથિક સારવાર કેન્દ્ર ચલાવી રહી છું. આધુનિક જીવનશૈલીના કારણે ઘર કરી ગયેલા હઠીલા રોગોમાથી મુક્તિ માટે હોમિયોપેથિક સારવાર આપી રહી છું. મારી પાસે આજ સુધી લગભગ પાંચ હજાર દર્દીઓએ સારવાર લીધી છે.
  • આશ્રમમાં આવેલ મારા હોમિયોપેથીક ક્લિનિકમાં વા, સાંધાનો દુખાવો , દરાજ, ખરજવું જેવા ચામડીના રોગો, દમ- અસ્થમા , એલર્જી, જેવા હઠીલા રોગોની સારવાર આપવામાં આવે
    છે અને સફળતાપૂર્વક મટાડવામાં આવ્યા છે. તે ઉપરાંત સ્ત્રીરોગો તથા બાળરોગો, જૂનો મરડો, પિત્ત, વાયુ- એસિડિટી, માનસિક વિકારો, તેમજ પથરી વિગેરેના નિવારણ તથા કાયમી સારવાર માટે અસરકારક સચોટ માર્ગદર્શન આપવામાં આવે છે. તે માટે જરૂર મુજબની દવા રાહત દરે  આપવામાં આવે છે.
  • લાભ: હોમિયોપેથી એક સર્વાંગ સંપૂર્ણ ચિકિત્સા છે. ગર્ભસ્થ શિશુથી લઈને આબાલવૃધ્ધ સુધી દરેક ઉમરની વ્યક્તિ સરળતાથી લઈ શકે છે. આ દવાની કોઈ જ આડઅસર નથી.

સમય

સોમવાર થી શનિવાર

સવારે ૧૦ થી ૧

સોમવાર થી શુક્રવાર

બપોરે ૪ થી ૬