યોગ થેરાપી​

ડો. અમીબેન દેસાઇ (B.Physiotherapist)

 • YTTC500-(Yoga Teacher’s Training Course 500 Hours)
 • Internationally Certified Yoga Teacher and Yoga Therapist
 • યોગારીધમ્સ
 • મો. : 9924343089
 • ઈમેઈલ: [email protected]

અહીં શું થાય છે?

 • યોગ દ્વારા રોગ દૂર કરવાની આ આગવી પધ્ધતિ છે. યોગ થેરાપીના વર્ગો દ્વારા કમર, ગરદન, સાંધાના દુખાવા, થાયરોઈડ, ડાયાબિટીસ, માઈગ્રેન, ચામડીના દર્દો, હાઈબ્લડ પ્રેસર, સ્ટ્રેસ, કોલેસ્ટ્રોલ, હ્રદયરોગ વગેરે તકલીફો અહી આસાનીથી દૂર થાય છે. શારીરિક, માનસિક અને લાગણીઓની સ્વસ્થતા મેળવવાનું આ કેન્દ્ર છે.
 • ડો. અમીબેન દેસાઇ છેલ્લા ૧૦ વર્ષથી (૨૦૧૧ ની સાલથી) પ્રાર્થનાસંઘ-ભદ્ર આશ્રમમાં યોગથેરાપીના વર્ગો ચલાવે છે. હાલમાં તેમના સવારે ૪ અને સાંજે ૨ એમ કુલ ૬ બેચ ચાલે છે.
 • દરેક વર્ગમાં ૧૫ થી ૨૫ સભ્યો હોય છે. બધા થઈને રોજ ૧૫૦ સભ્યો અહી નિયમિત યોગ કરે છે.
  અત્યાર સુધીમાં આશરે ૫૦૦૦થી વધુ સભ્યોએ યોગથેરાપીનો લાભ લીધો છે.
 • સ્ટાફ: 4 તાલીમ શિક્ષકો

અહીં શું થાય છે?

 • ડો.અમીબેન દર્દીને એપોઈંટમેન્ટથી બોલાવી તેમની કેસ હિસ્ટ્રી લઈ તેની નાની-મોટી ફરિયાદો સાંભળી તેમના ડૉક્ટરી રિપોર્ટ્સ જોઈ તે પ્રમાણે આગળ શું કરવું તેની યોગ્ય સલાહ-માર્ગદર્શન આપે છે. યોગના કયા આસનો-પ્રાણાયામ-કસરત કરવા તે નક્કી કરે છે. તેમનો ખોરાક અને દિનચર્યા પણ નક્કી કરી આપે છે. અમીબેન નવા જોડાયેલા સભ્યોને પહેલા શનિવારે શરીરની સિસ્ટમ, યોગ, પ્રાણાયામ વગેરે વિશે વિશેષ જાણકારી અને સમજ આપે છે. બીજે દિવસે રવિવારે બધાને યોગક્રિયાઓ શીખવે. અંગત ધ્યાન આપી યોગ્ય રીતે યોગ કરતાં શીખવે. બરાબર આવડી
  જાય પછી તે પ્રમાણે દરરોજ અંગત ધ્યાન આપી ભૂલ સુધારી યોગની પ્રેક્ટિસ કરાવે છે. આસન, પ્રાણાયામ, યોગનિદ્રા, ધ્યાન વગેરે દ્વારા દર્દીઓને સારા કરે છે. એમની વાતચીતની હળવી શૈલીથી દર્દીઓના મનનો ભાર ઉતરી જાય છે. જે એલોપેથિક સારવારથી ન સારું થાય તે અહીના યોગથેરાપીના વર્ગો ભરવાથી સારું થાય છે.
 • વિકાસ:
  ડો.અમીબેન લોકોની સુખાકારી માટે હમેશા જાગરૂક રહે છે. તે માટે દર વર્ષે યોગના સેમિનાર, આધુનિક યોગ ટ્રેનિંગ, ધ્યાન શિબિર વગેરેમાં જોડાય છે અને તે માટે દેશ-વિદેશનો પ્રવાસ કરે છે. નવું જ્ઞાન-કૌશલ્ય તરત જ તેમના વર્ગોમાં અમલી બનાવે છે.
  તેમના હાથ નીચે ટીચર્સ ટ્રેનિંગનો કોર્સ પણ છેલ્લા બે વર્ષથી ચાલે છે. નવા બનેલા યોગશિક્ષકો પોતે સ્વતંત્ર રીતે પોતાના જુદા જુદા વિસ્તારમાં યોગના વર્ગો ચલાવી રહ્યા છે. આમ ડો. અમીબેન લોકોની તન મન અને સંવેદનાની સુખાકારી માટે વધુ ને વધુ પ્રયત્નશીલ છે.

સમય

સોમવાર થી શુક્રવાર

સવારે
5.45 to 7:00
7.05 to 8.20
8.25 to 9.40
9.45 to 11:00

સોમવાર થી શુક્રવાર

સાંજે
3.45 to 5
5 to 6.15

શનિવાર અને રવિવાર

સવારે
6.30 to 8.30