યોગ કૈવલ્યમ

શ્રી ચંદ્રેશભાઈ ગોળવાલા

  • મો.નં. : 98250 64364

અહીં શું થાય છે?

  • તેઓ આશરે ૨૨ વર્ષથી યોગક્રિયા સાથે જોડાયેલા છે. તેઓ રોજ નવી તાજગી સાથે
    નવા સંશોધન – અનુભવ મેળવવા ઉત્સાહિત રહે છે. છેલ્લા ૧૩ વર્ષથી યોગપ્રશિક્ષિત તરીકે પ્રાર્થનાસંઘમાં યોગના વર્ગો ચલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં આશરે ૩૦૦૦ વ્યક્તિઓએ આ યોગ દ્વારા સ્વસ્થ્ય મેળવ્યું છે.
  • તેઓ લોકોની શારીરિક તકલીફો કેમ દૂર કરી શકાય તે માટે સદાય તત્પર રહે છે.
    લોટસ પ્રાણાયામ, કેવલી પ્રાણાયામ, પ્લાવની પ્રાણાયામ, ભ્રામરી પ્રાણાયામ, ૩SRB, શરીરના મુખ્ય અંગોના હીલીંગ માટેના સાત નાદ, સાત ચક્રનો ઊંડાણથી અભ્યાસ તથા સમજ ધ્યાન, વિષ્ણુ પ્રાણાયામ, ગર્ભાવસ્થા દરમિયાન બાળકના જન સંબંધી યૌગિક ક્રિયાઓ વગેરે તેમના યોગના વર્ગોના વિશિષ્ટ પાસા છે.

અહીં શું થાય છે?

  • યોગ એ કોઈ કસરત, આસનો, સાધના કે સિદ્ધિઓ મેળવવા માટેની ફોર્મ્યુલા કે થેરાપી નથી પણ નવું ચિંતન મનન કરી આભ્યાસાર્થે આંતરરમન થવાની ક્રિયા છે. સહજ આસનો, પ્રાણાયામો, થોડી કાર્ડિયાર્ક કસરતો તથા શરીરમાં આવેલ તમામ જોઇન્ટ, લીગામેંટ સ્નાયુની સ્ટ્રેચિંગ અને સ્ટ્રેંથનીંગ કરવાથી સંપૂર્ણ સ્વાસ્થ્ય મેળવી શકાય છે. 
  • યોગ દ્વારા ડિપ્રેશન થાઈરૉઈડ, સુગર અને હાર્મોન્સની તકલીફો, વજન વધ-ઘટ, ઊંઘની તકલીફ વગેરે તકલીફો પર અમારા યોગવર્ગમાં આવનાર વ્યક્તિઓને ઘણો ફાયદો થયો છે. આ ઉપરાંત બહેનોને પણ ગાયનેક સંબંધિત તકલીફોમાં પણ ઘણી રાહત મળી છે. એલોપેથિક ડોકટરોએ અસાધ્ય નિદાન કરેલા રોગો આ યોગ પદ્ધતિથી દૂર થયાના ઘણા કેસ બની શક્યા છે તેનો તેમને આનંદ છે.

સમય

સોમવાર થી શનિવાર

સવારે ૬:૦૦ થી ૭:૦૦
અને ૭:૧૫ થી ૮:૧૫