યોગના વર્ગો​

શ્રીમતી કામિનીબેન જરીવાળા

મો. 99796 15884

શ્રીમતી કામિનીબેન જરીવાળા 2008ની સાલથી યોગના વર્ગો પ્રાર્થનાસંઘમાં ચલાવી રહ્યા છે.
અત્યાર સુધીમાં આશરે 300 જેટલા સભ્યોએ આ વર્ગનો લાભ લીધો છે.

અહીં શું થાય છે?​

 • પ્રવૃત્તિ:
  રોજ અહી આસનો, પ્રાણાયામો, સૂર્ય નમસ્કાર, ધ્યાન વગેરે પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.
 • લાભ:
  આજના ભાગદોડના જમાનામાં લોકોની જીવનશૈલી એકદમ ઝડપી બની ગઈ છે. લોકો પોતાના
  સ્વાસ્થ્ય માટે પૂરતું ધ્યાન આપી શકતાં નથી. માનસિક અશાંતિ, તણાવ, ડિપ્રેશન, માથાનો દુખાવો,
  પાચનતંત્રના પ્રશ્નો, થાક, હાઇ બ્લડપ્રેસર,, ડાયાબિટીસ, અસ્થમા, સાંધાના દુખાવા વગેરે સામાન્ય
  થઈ ગયા છે. યોગ કરવાથી આ બધા રોગોમાંથી સહેલાઇથી બહાર નીકળી શકાય છે.યોગની
  નિયમિત પ્રેક્ટિસ કરવાથી પુરતો ઑક્સીજન મળે છે અને રકત પરિભ્રમણ ઝડપી અને નિયમિત
  બને છે. થાક દૂર થાય. તાજગી અને પ્રસન્નતા અનુભવાય અને રોગ દૂર થતાં જાય. માણસની
  લાગણીઓ પર પણ કાબૂ આવે અને હકારાત્મકતા બનતી જાય છે.

સમય

દરરોજ

બપોરે 3:45 થી 5:00