યોગના વર્ગો

yoga, legs, girl

શ્રીમતી જયશ્રીબેન ઘાયલ

અહીં શું થાય છે?

  • પ્રવૃત્તિ: યોગા-પ્રાણાયામ-ધ્યાન(મેડીટેશન)
  • પ્રાર્થના સંઘ_ભદ્રાશ્રમ એક નયનરમ્ય સ્થળ છે જ્યાં આત્માની શુધ્ધિ ત્યાં મન સ્ફુરિત થઈ જાય એવી કુદરતી રીતે તાપી નદીના કિનારા પર આવેલ એક સ્થળ જ્યાં આવતાની સાથે જ તમને ખુશી અનુભવાય તેવું સ્થળ છે. ત્યાં જ હું સને ૨૦૦૭ થી આ સંસ્થા સાથે તન-મન થી સંકળાયેલ છું. આ સંસ્થા માં હું યોગ ટીચર તરીકે સામાન્ય ફી લઈ આશરે ૩૫ થી ૭૦ વર્ષની બહેનો ને યોગ શીખવાડું છું. અત્યાર સુધીમાં આશરે ૪૦૦૦ બહેનોએ આ યોગ વર્ગમાં લાભ લીધો છે.
  • અહી સંસ્થા તરફથી સંપૂર્ણ સાથ સહકાર મળતો રહે છે જેથી આશરે ૨૫ થી ૩૦ બહેનોને દર મહિને યોગ-શીખવાડવા નો અનેરો આનંદ મળે છે અમો બધા અહી ભેગા મળી યોગા કરીએ છીએ તેનો મુખ્ય લાભ અમો અમારી પોતાની જાતને આનંદિત, પ્રફુલિત અનુભવીએ છીએ.

અહીં શું થાય છે?

  • અમો માનસિક તથા શારીરિક તાણમુક્ત અનુભવીએ છે અમારા વર્ગની ખાસિયત છે. અમો દરેક એક વિશાળ કુટુંબ ભાવના અનુભવીએ છીએ. અમારા દુખને એ વિસરી જઈને ખુશનુમા અનુભવ કરીએ છીએ.
  • આ યોગક્રિયા અમારા જીવનમાં ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. અને આજના આ આધુનિક યુગમાં અમારા જીવનને યોગક્રિયાથી શાંતિ અનુભવીએ છીએ.

સમય

સોમવાર થી શુક્રવાર

બપોરે 5:00 થી 6:00