ફિઝિયોથેરાપી સેન્ટર​

ડો. નિરવભાઇ ભણશાળી (BPT, MPT-Neuroscience, D.AC, MIAP)

મો. 95374 18814

  • શ્રી નિરવભાઇ ભણશાળી એક સફળ ફિઝિયોથેરાપિસ્ટ છે. આ ક્ષેત્રે તેઓ ૧૩ વર્ષથી
    કાર્યરત છે. મુંબઈ, પૂના અને બેંગલોરની સફળ પ્રેક્ટિસ બાદ પ્રાર્થનાસંઘ-ભદ્ર આશ્રમમાં તેઓ છેલ્લા ૬ વર્ષથી ફિઝિયોથેરાપી કેન્દ્ર ચલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં લગભગ ૧૫૦૦ જેટલા દર્દીઓએ અહી સફળ સારવાર લીધી છે. રોજના લગભગ ૨૫-૩૦ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. શ્રી નિરવભાઇ તેમની સાથે ૪ જણનો સ્ટાફ ધરાવે છે.  
  • (1) ડો.અક્ષિતા વેકરીયા 2) ડો.ભૂમિકા કૃણા 3) ડો. પીંકી ટ્રાયદાર ૪) ડો. હેમાંગી પટેલ
  • ડો. નિરવભાઈ ન્યૂરો ફિઝિયોથેરાપિસ્ટ હોવાથી મગજ અને જ્ઞાનતંતુઓને લગતા રોગો જેવાકે લકવો(પેરલીસીસ), MND, કંપન (પારકીનસન), પગ માંડવાના રોગો વગેરેની સારવાર કરવામાં નિષ્ણાંત છે. આ ઉપરાંત બધા સાંધાના દર્દો, સ્નાયુઓના દર્દો, હાડકાના ફ્રેકચરના કેસો વગેરે દરેક પ્રકારના દર્દોની સારવાર અહી અસરકારક રીતે અપાય છે.

અહીં શું થાય છે?​

  • ડો.નિરવભાઈની ખાસિયત એ છે કે તેઓ મોટે ભાગે હાથેથી જ બધી સારવાર આપવાનો આગ્રહ રાખે છે. અલબત્ત તેમનું ક્લિનિક અદ્યતન સાધનો અને મશીનોથી સુસજ્જ છે. હાલમાં જ દર્દીની જરૂરિયાત વધવાથી બે નવા મશીનો પ્રાર્થનાસંઘ દ્વારા પૂરા પાડવામાં આવ્યા છે. 

  • (1) ટ્રેડમિલ 2) લેસર મશીન

  • ડો.નીરવ એક નિષ્ણાંત ફિઝિયોથેરાપિસ્ટ હોવા છતાં પ્રેમાળ અને સરળ સ્વભાવના
    છે. દર્દીને કાયમી રાહત થાય એ માટે સતત પ્રયત્નશીલ છે. જ્ઞાનંતંતુને લગતા રોગો, વજન ઉતારવું, સર્જરી પહેલાની અને સર્જરી પછીની કસરતો, સ્નાયુઓને મજબૂત બનાવવાની કસરતો, ડોકના અને કમરના મણકાને વ્યવસ્થિત કરવા વગેરે કેસોની સારવાર તેઓની વિશિષ્ટતા છે. 

સમય

સોમવાર થી શનિવાર

સવારે ૯ થી ૧, સાંજે ૪ થી ૭