નેચરોપથી સારવાર કેન્દ્ર​

ધવલ વી સરૈયા (N.D.) કન્સલ્ટન્ટ નેચરોપેથ (TATC-PUNE)

અહીં શું થાય છે?

 • પ્રવૃતિનું નામ :- કુદરતી ઉપચાર કેન્દ્ર જે “આરોગ્ય” ના નામથી ચલાવવામાં આવે છે.
 • પ્રવૃતિની વિગતો :- “આરોગ્ય” કુદરતી ઉપચાર કેન્દ્ર
 • સભ્યો-લાભાર્થી :- કુદરતી ઉપચાર કેન્દ્રમાં આશરે રોજ 25-30 લાભાર્થી સરવારનો લાભ લે છે. આ પ્રવૃતિ છેલ્લા 5 વર્ષથી પ્રાર્થનાસંધ -ભદ્ર આશ્રમમાં સફળતા પૂર્વક ચાલી રહે છે.
 • ઉદ્દેશ :- પ્રાર્થના સંધ- દ્રારા ચલાવવામાં આવતી એક આરોગ્ય લક્ષી પ્રવૃતિ છે જે ખાસ કરીને દરેક વર્ગના લોકેને આવરી -સમાવેશ કરવા માટે ચલાવવામાં આવે છે. જે સુરતનું એક માત્ર OPD કુદરતી ઉપચાર કેન્દ્ર છે.
 • લાભ:- કોઈ પણ લાભાર્થી એ કેન્દ્રમાં રહેવાની જરૂર પડતી નથી. બીજા સારવાર કેન્દ્ર કરતાં ખૂબ જ રાહત દરે કુદરતી ઉપચારની સારવાર આપવામાં આવે છે. 

પ્રવૃત્તિનો પરિચય:

 • આ એક OPD કુદરતી ઉપચાર કેન્દ્ર છે જેમાં દરેક લાભાર્થી ને રોજ 45 મિનિટ થી એક કલાક સારવાર આપવવામાં આવે છે. જેમાં માલિશ, જલચિકિત્સા, સ્ટીમબાથ, ગરમ -ઠંડા શેક ,આહાર, ચિકિત્સા લપેટ એક્યુપ્રેશર માટેની સારવાર ,રૈકી ,પ્રાણિક હિલિંગ જેવી સારવાર આપવવામાં આવે છે.
 • નોંધ: અહી સ્ત્રીઓ અને પુરૂષોને સારવાર માટે અલગ કેબિન રાખવામા આવી છે.
 • સારવાર લાભ :-
  1. આડ અસર રહિત,નિર્દોષ ,દવા વગર ઝડપથી રાહત આપનાર પદ્ધતિ છે
  2. શરીરમાં લોહીનું પરિભ્રમણ અને રોગ પ્રતિકારક શકિત ને વધારી સંપૂર્ણ ત્ંદુરસ્તી પ્રદાન કરે છે.
  3. આ પદ્ધતિ ખૂબ જ સરળ હોવાથી ત્ંદુરસ્તી વ્યકિત પણ લાભ લઈ શકે છે.
  4. વિકાસ :- હાલ સંસ્થામાં કુલ બે સારવાર વિભાગમાં સારવાર આપવામાં આવે છે. જે ભવિષ્યમાં કુલ 8-10 રૂમની સગવડ થાય તેવી યોજના ચાલી રહી છે.

સમય

સોમથી શુક્ર

સવારે 6:00 to 12:00

બપોરે 1:00 to 3:00

શનિવારે

સવારે 9:00 to 11:00