કરાઓકે ટ્રેક મ્યુઝીક કલાસ​

શ્રી ધર્મેશભાઈ બી .અંકલેશ્વરિયા

શ્રી ધર્મેશભાઈ બી .અંકલેશ્વરિયા પ્રાર્થનાસંઘમાં છેલ્લા ૨ વર્ષથી કરાઓકે સંગીતના વર્ગો ચાલવે છે. અત્યાર સુધીમાં આશરે ૬૦ વિદ્યાર્થીઓ તેમાં તાલીમ લઈ સુંદર ગીતો કરાઓકે પર ગાતા થયા છે. કેટલાક વિદ્યાર્થીઓએ સ્ટેજ પ્રોગ્રામો પણ આપ્યા છે. 

હજુ પણ ઘણા સંગીતના રસિયાઓ ગીતો શીખવા અવિરત પણે એડમિશન લઈ રહ્યા છે. જેમને ગાતા અવડતું ના હોય પરંતુ સંગીત, ફિલ્મી ગીતો વગરે ગાવાનો શોખ હોય તેઓ અહી શૂન્યમાંથી સર્જન કરી સુંદર રીતે ગીતો થયા છે. અહીં આ દિવસોમાં કરાઓકે ટ્રેક ઉપર ગીત કઈ રીતે ગવાય તેની તાલીમ આપવામાં આવે છે.

અહીં શું થાય છે?​

  • સંગીત વિશેનું મંતવ્ય :-
  • સંગીત એ સાધના છે. સંગીત એ ધ્યાન છે
  • કરાઓકે ટ્રેક ઉપર ગાતી વખતે ખુબ જ દયાન પૂર્વક સંગીતને સંભાળવું પડે છે. એકાગ્રતા રાખવી પડે છે.
  • સંગીત એક થેરાપી પણ છે. જેના દ્વારા અનેક રોગો ઉપર કાબુ મેળવી શકાય છે.
  • બધી જ કલાઓમાં સંગીત એક માત્ર એવી કલા છે.જેના થકી તેમ તમારા હદયની વાત બીજા સુધી ખુબ જ સરળતાથી અને અસરકારક રીતે રજુ કરી શકો છે.પછી એ પ્રેમની વાત હોય કે વિરહની કે દેશ પ્રેમની માતૃપ્રેમની કે પછી ઈશ્વરની ભકિત હોય આ બધું જ સંગીત કલામાં સમાયેલું છે.
  • અંતે એટલું જ કહીશ કે સંગીત એ ઈશ્વરની નજીક પહોંચવાનું સૌથી મજબુત સાધન છે.નરસિંહ મહેતા અને મીરાંબાઈ એના શ્રેષ્ઠ દ્રષ્ટાત છે
  • સંગીત ને માણવું ,સંગીત શીખવું અને શીખવવું એ માં સરસ્વતીની અસિમ કૃપા વિના શક્ય નથી.
  • સંગીતનાં પાંચ સ્વર એ ભગવાન શંકરનાં પંચ મુખેથી ઉદભવ્યા છે.

સમય

બુધવારે અને ગુરુવારે

6:30 થી 9:00

રવિવારે

11:00 થી 1:30

1:30 થી 4:00