એક્યુપ્રેશર સારવાર કેન્દ્ર

શ્રીમતી બિથિકાબેન મિત્ર

 • મો. 9725544045

એક્યુપ્રેશર સારવાર

એક્યુપ્રેશર સારવાર પધ્ધતિ ચીનમાં ૫૦૦૦ વર્ષ પહેલા શોધાઈ હતી. શરીરના અમુક પોઈન્ટ દબાવવાથી તેને લગતા ભાગમાંથી દર્દ દૂર થાય છે. શરીર હળવું અને તણાવમુક્ત બને છે.

શ્રીમતી બિથિકાબેન મિત્ર એક્યુપ્રેશર થેરાપીના નિષ્ણાંત છે. તેઓ વર્ષોથી આ ક્ષેત્રમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. પ્રાર્થનાસંઘમાં તેઓ છેલ્લા દસ વર્ષથી એક્યુપ્રેશર ની સારવાર આપી રહ્યા છે.

દર વર્ષે લગભગ 1800 દર્દીઓ આ સારવાર લઈ રહ્યા છે.

આ પધ્ધતિમાં શું કરવામાં આવે છે?

 • દર્દીને જે ભાગમાં દુખાવો થતો હોય તેને લાગુ પડતાં પોઈન્ટ પર અમુક રીતે શ્રી બિથિકાબેન
  પોતાના અંગૂઠા, આંગળીઓ, પગના પંજાથી અને કોણીથી દબાણ આપે છે. દર્દને માત્ર હાથના
  અને પગના પંજામાં જ નહીં પરંતુ આખા શરીરમાં જ્યાં જરૂરી હોય ત્યાં દબાણ આપવામાં
  આવે છે. તેનાથી દર્દ દૂર થાય છે અને રાહત થાય છે.
 • લાભ : આ સારવારથી શારીરિક અને માનસિક તકલીફો દૂર થાય છે. જેવી કે ચિંતા, ટેન્શન,
  ડિપ્રેશન, થાક, માથાનો દુખાવો, હાઇ બ્લડપ્રેસર, માઈગ્રેન, સ્નાયુઓ અને હાડકાના
  દુખાવા, સ્ત્રી રોગો વગેરે દર્દો દૂર થાય છે, રાહત મળે છે.

સમય

સોમવાર થી શનિવાર

બપોરે ૨:૦૦ થી રાત્રે ૮:૦૦ વાગ્યા સુધી