OUR ACTIVITIES

સર્વધર્મ પ્રાર્થના અને સેવક સભા​

હાલના પ્રમુખશ્રી નવીનભાઈ ચોખાવાળા તથા અન્ય કારોબારી સભ્યો ભદ્ર-આશ્રમના સંચાલન માટે નિ:શુલ્ક સેવા આપી રહ્યા છે.

દર શનિવારે બપોરે 4:00 વાગે સેવકસભામાં કારોબારી સભ્યો ભેગાં મળી સર્વધર્મ પ્રાર્થના, ભજન અને ધૂન તેમજ રવિશંકર મહારાજનું પુસ્તક ‘ગીતા બોધવાણી’ ના અધ્યાયોનું પઠન તથા ગાંધીગીતનું ગાન કરે છે.

સંસ્થાની પ્રવૃત્તિઓના સંચાલન અને સતત વિકાસ માટે જરૂરી નિર્ણયો લે છે.

સમય: દર શનિવારે બપોરે ૪ કલાકે

મહાત્મા ગાંધી સાર્વજનિક પુસ્તકાલય​

મહાત્મા ગાંધી સાર્વજનિક પુસ્તકાલય સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રહે છે. રવિવારે પણ સવારે 11 થી 5 સુધી પુસ્તકાલય ખુલ્લું રહે છે.

તત્વચિંતન, આરોગ્ય, સાહિત્ય, પ્રેરણાદાયક લેખો, પ્રવાસ વર્ણન, ઐતિહાસિક-ભૌગોલિક જ્ઞાન વિષયક પુસ્તકો વગેરે અહી ઉપલબ્ધ છે.

સભ્યો: 431 પુસ્તકો: 12000

સમય: સવારે ૮ થી રાત્રે ૮

કસ્તુરબા મહિલા પુસ્તકાલય

કસ્તુરબા મહિલા પુસ્તકાલય સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રહે છે. રવિવારે પણ સવારે 11 થી 5 સુધી પુસ્તકાલય ખુલ્લું રહે છે.

મહિલાઓને ઉપયોગી પુસ્તકો જેવા કે રસોઈની વાનગીઓ, ગૃહશોભા, બાળ ઉછેર, ફરજો, પૌરાણિક-ઐતિહાસિક વાર્તાઓ- જીવનકથાઓ વગેરે અહીં ઉપલબ્ધ છે.

સભ્યો: 125 પુસ્તકો: 3800

સમય: સવારે ૮ થી રાત્રે ૮

જવાહરલાલ નહેરુ બાળ પુસ્તકાલય​

જવાહરલાલ નહેરુ બાળ પુસ્તકાલય સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રહે છે. રવિવારે પણ સવારે 11 થી 5 સુધી પુસ્તકાલય ખુલ્લું રહે છે.

બાળકોને લગતા પુસ્તકો જેવાકે બાળવાર્તાઓ, ચિત્ર કથાઓ,જ્ઞાનસભર-વિજ્ઞાનસભર પુસ્તકો, બાળગીતો, જ્ઞાનગમ્મત, વગેરે વિષયોને આવરી લેતાં પુસ્તકો ઉપલબ્ધ છે.

સભ્યો : 172 પુસ્તકો: 6500

ઇ-લાયબ્રેરી​

આ તમામ પુસ્તકો અંગ્રેજીમાં છે.

અહીં શેક્સપિયર, જ્યોર્જ બર્નાડ શો થી માંડીને ઓ હેન્રી, આર્થર કોનન ડોઈલ થી માંડી વાત્સ્યાયન કે મહાત્મા
ગાંધીના પુસ્તકો છે.

આ ઈ-લાઈબ્રેરીનું કોઈપણ એક પુસ્તક સરળતાથી મોબાઈલ ફોન દ્વારા કે કમ્પ્યુટર દ્વારા એકમેકને મોકલી શકાય એવી PDF ફાઈલ રૂપે છે. ઈ-લાઈબ્રેરીના આ પુસ્તકો કોઈને આપ્યા બાદ પરત માંગવાના નથી બલકે તેને અન્ય કોઈ જિજ્ઞાસુને મોકલવા માટે પ્રેરિત કરવાનો આશય છે

પસંદ કરેલાં પાંચ પુસ્તકો તેમને મેઈલથી મોકલવામાં આવે છે.

સમય: સવારે ૮ થી રાત્રે ૮

‘ચૈતન્ય પ્રાર્થના’ સામયિક​

‘ચૈતન્ય પ્રાર્થના’ જીવનલક્ષી સામયિક આ સંસ્થાના સ્થાપક શ્રી ભદ્રસ્વામીના સમયથી પ્રતિ માસે પ્રગટ થાય છે.

તેમાં યોગ પ્રવૃત્તિ,આરોગ્ય, આધ્યાત્મ અને શિક્ષણને લગતા સમાજોપયોગી લેખો-કાવ્યો પ્રગટ થાય છે.

તેની પ્રતિ માસે લગભગ ૧૦૦૦ કોપીઓ વહેંચાય છે.

વસ્ત્રદાન​

વસ્ત્રદાનની પ્રવૃત્તિ વર્ષોથી પ્રાર્થનાસંઘમાં ચાલે છે. અહી લોકો પોતે ઉપયોગમાં ન લેવાના હોય તેવા તમામ વસ્ત્રો અને ચાદર, ચારસા, શેતરંજી વગેરે સંસ્થામાં જમા કરાવે છે અને તેની પાકી રસીદ અપાય છે.

સુરત શહેરના દૂરના ગામોમાં જઈ જરૂરિયાતવાળા બાળકો, મહિલાઓ, યુવાનો, પુરુષો અને નિરાધાર વૃધ્ધોની જરૂરિયાત મુજબ વિતરણ કરાય છે.

સ્વ. ગિરીશચંદ્ર ભદ્રશંકર ભટ્ટ ધ્યાન કુટીર ​

તાપી નદીને કિનારે, બે શિવાલયોના શાંત અને પવિત્ર વાતાવરણમાં ધ્યાન માટે અનુકૂળતા છે.

પૂ સ્વામીજીના આદેશ મુજબ અહી કોઈ પણ વ્યક્તિ એકાંતમાં બેસી ધ્યાન કરી શકે છે. પોતાની આધ્યાત્મિક પ્રગતિ કરી શકે છે.

યોગ થેરાપી ​

યોગ દ્વારા રોગ દૂર કરવાની આ આગવી પધ્ધતિ છે.

યોગ થેરાપીના વર્ગો દ્વારા કમર, ગરદન, સાંધાના દુખાવા, થાયરોઈડ, ડાયાબિટીસ, માઈગ્રેન, ચામડીના દર્દો, હાઈબ્લડ પ્રેસર, સ્ટ્રેસ, કોલેસ્ટ્રોલ, હ્રદયરોગ વગેરે તકલીફો આસાનીથી દૂર થાય છે. શારીરિક, માનસિક અને લાગણીઓની સ્વસ્થતા મેળવવાનું આ કેન્દ્ર છે.

ડો. અમીબેન દેસાઇ છેલ્લા ૧૦ વર્ષથી (૨૦૧૧થી) પ્રાર્થનાસંઘ-ભદ્ર આશ્રમમાં યોગથેરાપીના વર્ગો ચલાવે છે. સવારે ૪ અને સાંજે ૨ એમ કુલ ૬ બેચ ચાલે છે.

અત્યાર સુધીમાં આશરે ૫૦૦૦થી વધુ સભ્યોએ યોગથેરાપીનો લાભ લીધો છે.

સમય:  સોમવાર થી શુક્રવાર સવારે ૫:૪૫ થી ૧૧:૩૦ સાંજે ૩:૪૫ થી ૬:૧૫ 

શનિવારે અને રવિવારે સવારે ૬:૩૦ થી ૮:૩૦

યોગના વર્ગો-યોગ કૈવલ્યમ​

છેલ્લા ૧૧ વર્ષથી પ્રાર્થનાસંઘમાં યોગ કૈવલ્યમ યોગના વર્ગો શ્રી ચંદ્રેશભાઈ ગોળવાલા ચલાવી રહ્યા છે.

અત્યાર સુધીમાં આશરે ૩૦૦૦ વ્યક્તિઓએ આ યોગ દ્વારા સ્વાસ્થ્ય મેળવેલ છે.

લોટસ પ્રાણાયામ, કૈવલી પ્રાણાયામ, પ્લાવની પ્રાણાયામ, ભ્રામરી પ્રાણાયામ, ૩SRB, સાત નાદ, સાત ચક્રનો ઊંડાણથી અભ્યાસ કરાવવામાં આવે છે.

યોગ દ્વારા ડિપ્રેશન, થાઈરૉઈડ, સુગર અને હાર્મોન્સની તકલીફો, વજન વધ-ઘટ, ઊંઘની તકલીફ વગેરે કલીફોથી પીડાતી વ્યક્તિઓને ઘણો ફાયદો થયો છે.

સમય: સોમવાર થી શનિવાર સવારે ૬:૦૦ થી ૭:૧૫ અને ૭:૧૫ થી ૮:૩૦

યોગના વર્ગો​

શ્રીમતી કામિનીબેન જરીવાળા 2008 ની સાલથી યોગના વર્ગો પ્રાર્થનાસંઘમાં ચલાવી રહ્યા છે.

અહી આસનો, પ્રાણાયામો, સૂર્ય નમસ્કાર, ધ્યાન વગેરે પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.

માનસિક અશાંતિ, તણાવ, ડિપ્રેશન, માથાઓ દુખાવો, પાચનતંત્રના પ્રશ્નો, થાક, હાઇ બ્લડપ્રેસર, ડાયાબિટીસ, અસ્થમા, સાંધાના દુખાવા વગેરે સામાન્ય થઈ ગયા છે. યોગ કરવાથ આ બધા રોગોમાંથી સહેલાઇથી બહાર નીકળી શકાય છે.

સમય: સોમવાર થી શુક્રવાર :સાંજે ૪ થી ૫

યોગના વર્ગો​

પ્રવૃત્તિ: યોગા-પ્રાણાયામ-ધ્યાન(મેડીટેશન)

આશરે ૩૫ થી ૭૦ વર્ષની બહેનો ને યોગ શિક્ષણ મળે છે.

અત્યાર સુધીમાં આશરે ૪૦૦૦ બહેનોએ આ યોગ વર્ગમાં લાભ લીધો છે.

માનસિક તથા શારીરિક તાણમુક્તિ અનુભવ લાભાર્થીઓને થાય છે. આ આધુનિક યુગમાં જીવનમાં યોગક્રિયાથી શાંતિ અનુભવાય છે.

સમય: સોમવાર થી શુક્રવાર સાંજે ૫ થી ૬

નેચરોપથી સારવાર કેન્દ્ર ​

“આરોગ્ય” કુદરતી ઉપચાર કેન્દ્ર

સોમથી શુક્ર -સમય -સવારે 6:00 to 12:00 બપોરે 3:00 to 1:00 શનિવારે:-સવારે 9:00 to 11:00
સભ્યો-લાભાર્થી :- કુદરતી ઉપચાર કેન્દ્રમાં આશરે રોજ 25-30 લાભાર્થી સારવારનો લાભ
લે છે.

સુરતનું એક માત્ર OPD કુદરતી ઉપચાર કેન્દ્ર છે.

કોઈ પણ લાભાર્થી એ કેન્દ્રમાં રહેવાની જરૂર પડતી નથી

ખૂબ જ રાહત દરે કુદરતી ઉપચારની સારવાર સમયની બચત સાથે આપવામાં આવે છે.

સમય: સોમવાર થી શુક્રવાર : સવારે ૬ થી ૧૨, સાંજે ૩ થી ૮

ફિઝિયોથેરાપી સેન્ટર​

અત્યાર સુધીમાં લગભગ ૧૫૦૦ જેટલા દર્દીઓએ અહી સફળ સારવાર લીધી છે. રોજના લગભગ ૨૫-૩૦ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

મગજ અને જ્ઞાનતંતુઓને લગતા રોગો જેવાકે લકવો(પેરલીસીસ), MND, કંપન (પારકીનસન), પગ માંડવાના રોગો વગેરેની સારવાર કરવામાં આવે છે.

મોટે ભાગે હાથેથી જ બધી સારવાર આપવાનો આગ્રહ રખાય છે. જરૂ પડ્યે નવા મશીનો પ્રાર્થનાસંઘ દ્વારા પૂરા પાડવામાં આવ્યા છે. જ્ઞાનંતંતુને લગતા રોગો, વજન ઉતારવું, સર્જરી પહેલાની અને સર્જરી પછીની કસરતો, સ્નાયુઓને મજબૂત બનાવવાની કસરતો, ડોકના અને કમરના મણકાને વ્યવસ્થિત કરવા વગેરે કેસોની સારવાર કરવામાં આવે છે.

સમય: સોમવાર થી શનિવાર સવારે ૯ થી ૧, સાંજે ૪ થી ૭

હોમિયોપેથિક સારવાર કેન્દ્ર​

આધુનિક જીવનશૈલીના કારણે ઘર કરી ગયેલા હઠીલા રોગોમાથી મુક્તિ માટે હોમિયોપેથિક સારવાર આપવામાં આવે છે.


હોમિયોપેથીક ક્લિનિકમાં વા, સાંધાનો દુખાવો , દરાજ, ખરજવું જેવા ચામડીના રોગો, દમ- અસ્થમા , એલર્જી, જેવા હઠીલા રોગોની સારવાર આપવામાં આવે છે અને સફળતાપૂર્વક મટાડવામાં આવે છે. 

સ્ત્રીરોગો તથા બાળરોગો, જૂનો મરડો, પિત્ત, વાયુ- એસિડિટી, માનસિક વિકારો, તેમજ પથરી વિગેરેના નિવારણ તથા કાયમી સારવાર માટે અસરકારક સચોટ માર્ગદર્શન આપવામાં આવે છે. તે માટે જરૂર મુજબની દવા રાહત દરે આપવામાં આવે છે.

સમય: સોમવાર થી શનિવાર સવારે ૧૦ થી ૧ અને સોમવાર થી શુક્રવાર બપોરે ૪ થી ૬

એક્યુપ્રેશર સારવાર કેન્દ્ર​

શરીરના અમુક પોઈન્ટ દબાવવાથી તેને લગતા ભાગમાંથી દર્દ દૂર થાય છે. શરીર હળવું અને તણાવમુક્ત બને છે.

શ્રીમતી બિથિકાબેન મિત્ર એક્યુપ્રેશર થેરાપીના નિષ્ણાંત છે. તેઓ વર્ષોથી આ ક્ષેત્રમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે.

દર વર્ષે લગભગ 1800 દર્દીઓ આ સારવાર લઈ રહ્યા છે.

આ સારવારથી શારીરિક અને માનસિક તકલીફો દૂર થાય છે. જેવી કે ચિંતા, ટેન્શન, ડિપ્રેશન, થાક, માથાનો દુખાવો, હાઇ બ્લડપ્રેસર, માઈગ્રેન, સ્ન્યુઓ અને હાડકાના દુખાવા, સ્ત્રી રોગો વગેરે દર્દો દૂર થાય છે, રાહત મળે છે.

સમય: દર સોમવાર થી શનિવાર બપોરે ૧૨ થી સાંજે ૭

સુજોક થેરાપી​

સુજોક પધ્ધતિ એક પાયાની ઉપચારની પધ્ધતિ કે જેના વડે વ્યક્તિ પોતે જ રોગોથી મુક્ત થઈ બીજાને પણ નીરોગી રાખી શકે છે. તેના વડે એક સ્વસ્થ ને તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય છે.

આ સારવારમાં આપણે હાથના અને પગના પંજાનો સારવારમાં ઉપયોગ કરવામાં આવે છે. તેમજ શરીરના દરેક અવયવોના કાનમાં જે કેન્દ્ર હોય ત્યાં પણ દાણા વડે દબાણ આપી પટ્ટી મારવામાં આવે છે.

સુજોક પધ્ધતિ અતિ આધુનિક, ઝડપી અને ખૂબ અસરકારક પધ્ધતિ છે. જેમાં એક્યુપ્રેશર તથા એક્યુપંચર પધ્ધતિના પાંચ હજાર વર્ષ પુરાણા સિધ્ધાંતોનો સરળ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે.

સમય: સવારે ૯:00 થી ૧૨:00 બપોરે ૩:૩૦ થી ૬:૦૦

સિવણ ઉદ્યોગ કેન્દ્ર

૨૦૦૮ ની સાલથી પ્રાર્થનાસંઘમાં સીવણ ક્લાસ કોર્સ બહેનો માટે ચલાવવામાં આવે છે. 
અત્યાર સુધીમાં આશરે ૩૫૦ બહેનો અહી સિલાઇકામ શીખીને પગભર થઈ છે. જરૂરિયાતમંદ બહેનોને દાતાશ્રીની સહાયથી સિલાઈ મશીન પણ આપવામાં આવે છે. 
કટિંગ કામ તેમજ સિલાઇકામ શીખવવામાં આવે છે.
કોર્સ : 6 માસ સુધી સિલાઈ મશીનની સંખ્યા : ૨૦

સમય: સોમથી શનિ સમય બપોરે 1 થી 4

શાસ્ત્રીય સંગીત અને સુગમ સંગીતના વર્ગો​

લોકોમાં સંગીત પ્રત્યેની જાગૃક્તા વધે અને લોકો તેનો આનંદ ઉઠાવી શકે તે હેતુથી વર્ગો શરૂ કરવામાં આવ્યા.

૩૦ જેટલા સભ્યો હાલમાં લાભ લે છે છેલ્લા દોઢ વર્ષથી આ પ્રવૃત્તિ ચાલે છે.

આ પ્રવૃત્તિમાં BASIC COURSE તેમજ ADVANCE COURSE (ગાયન) કરાવવામાં આવે છે.

સમય: સોમવાર, બુધવાર, શુક્રવારે સવારે 9:00 થી 12:00 અને શનિવાર: 4:30 થી 6:00 તથા રવિવાર: સવારે 9:00 થી 10:30

કરાઓકે ટ્રેક મ્યુઝીક કલાસ​

છેલ્લા 2 વર્ષથી અહી કરાઓકે સંગીતના વર્ગો ચાલે છે. અત્યાર સુધીમાં 60 જેટલા વિદ્યાર્થીઓએ તાલીમ લીધી છે.

જેમને ગાતા આવડતું ના હોય પરંતુ સંગીત, ફિલ્મી ગીતો વગરે ગાવાનો શોખ હોય તેઓ અહી શૂન્યમાંથી સર્જન કરી સુંદર રીતે ગીતો થયા છે.

અહી કરાઓકે ટ્રેક ઉપર ગીત કઈ રીતે ગવાય તેની તાલીમ આપવામાં આવે છે.

સમય: બુધવારે અને ગુરુવારે 6:30 થી 9:00,
રવિવારે :11:00 થી 1:30, 1:30 થી 4:00

એલોપેથિક સારવાર કેન્દ્ર​

ડો.ભાસ્કરભાઇ વખારિયા (MD. PHYSICIAN) લોકસેવાને વરેલા ધ્યેયનિષ્ઠ તબીબ છે.

ડો.ભાસ્કરભાઇ હર્બલ અને આયુર્વેદિક દવાઓના સંશોધન માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે તથા સ્વીટ્ઝરલેન્ડની ANCHROM સંશોધન સંસ્થા સાથે સંકળાયેલા છે.

કેન્સર જેવા જીવલેણ અસાધ્ય રોગોમાં અનિવાર્ય એવી કેમોથેરાપી સારવારને કારણે આવતા રી- એક્શનને રોકવા સંશોધન કાર્ય કરી રહ્યા છે. પ્રાર્થનાસંઘ-ભદ્ર આશ્રમને તેઓશ્રી પોતાની સ્વજન સંસ્થા ગણીને પ્રતિ બુધવારે રાત્રે જરૂરિયાતમંદ દર્દીઓને તપાસીને વિનામુલ્યે સારવાર આપે છે.

તેઓશ્રી કેન્સર ઉપરાંત અનેક અસાધ્ય રોગો જેવાકે, હ્રદય રોગ, ચામડીના દર્દો, ડાયાબિટીસ, થાઈરૉઈડ, સાંધાના દર્દો, માઈગ્રેઇન, પથરી વગેરેની પણ અસરકારક સારવાર વિનામુલ્યે આપી રહ્યા છે.

સમય: દર બુધવારે  રાત્રે ૮ 

હર્બલ સારવાર કેન્દ્ર​

સેવાકીય અભિગમ ધરાવતા ડો.મેઘનાબેન અધ્વર્યુ પ્રાર્થનાસંઘમાં કેન્સર-એઇડ્સ-લીવર જેવા રોગોની હર્બલ સારવાર આપી રહ્યા છે.

પરંપરાગત આયુર્વેદિક વનૌષધિઓ જડીબુટ્ટીઓ અંગે વૈજ્ઞાનિક અને સંશોધનાત્મક પ્રવૃત્તિ કરી તેના વડે તેઓ લોકોની સારવાર કરી રહ્યા છે.

પ્રાર્થનાસંઘ-ભદ્ર આશ્રમમાં તેઓ ડો.ભાસ્કરભાઇ સાથે તેમના સહયોગી તરીકે પ્રતિ બુધવારે રાત્રે જરૂરિયાતમંદ દર્દીઓને તપાસીને વિનામૂલ્યે હર્બલ સારવાર આપે છે

સમય: દર બુધવારે  રાત્રે ૮