પૂજ્ય ભદ્ર સ્વામી સ્થાપિત પ્રાર્થના સંઘ - સુરત પરિચય

પૂ. ભદ્ર સ્વામીએ ઋષિકેશના સ્વામી શિવાનંદજી પાસે ૧૯૫૦માં દીક્ષા ગ્રહણ કર્યા પછી, તેમના મનમાં સતત લક્ષ્યની શોધ ચાલુ હતી. એ દરમ્યાન મહાત્મા ગાંધીજીનું નિધન થયું. પુર્વજીવનમાં તેઓ ગાંધીજી સાથે રહી ચૂક્યા હતા અને ગાંધી વિચારધારાથી પ્રભાવિત હતા. પૂ. મહાત્માજીના નિધન પ્રસંગે નિત્ય પ્રાર્થના એ બાપુનું સર્વોત્તમ સ્મારક છે. એવી પ્રબળ ભાવનાને અમલમાં મૂકવા અનાવલ શુકલેશ્વર ધામમાં નિવાસ કરી પ્રાર્થનસંઘનો આરંભ કર્યો. પ્રાર્થનાસંઘની સ્થાપના વિ.સં. 2007-ઇ.. 1951 નૂતનવર્ષના દિને થઈ. એક વર્ષ અનાવલ રહ્યા પછી સર્વને અનુકૂળ એવા મધ્યસ્થ સ્થળ તરીકે સુરતની પસંદગી કરી. સ્વામીશ્રી સુરત આવ્યા અને ઉમરાસોમનાથ મહાદેવમાં નિવાસ કર્યો. જ્ઞાનયજ્ઞ, પત્રિકા પ્રકાશન, યોગશિક્ષણ, ધ્યાત્મ અને સમાજ શિક્ષણ તથા માનવ કલ્યાણની ઉદાત્ત ભાવના સાથે પ્રાર્થનાસંઘ સંસ્થાનો પ્રચા-પ્રસાર થવા લાગ્યો. આજે આપણે જે જગ્યા પર ભેગા થયા છીએ એ જગ્યા બૃહદ મુંબઈ સરકારે સ્વામીજીને અર્પણ કરી. સં.2014, ઇ.. 1958 થી સુરત પ્રાર્થનાસંઘ-ભદ્ર આશ્રમનો આરંભ થયો.

ગુરુદેવ સ્વામી શિવાનંદજીએ પૂ. ભદ્ર સ્વામીને પ્રાર્થના તેમજ યોગ-ધ્યાન જેવી જનકલ્યાણની ભદ્ર ભાવના સાથે પ્રવૃત્તિ કરવાનો આદેશ આપ્યો હતો.પૂ. ભદ્ર સ્વામીજીએ પ્રાર્થના પ્રવૃત્તિને પોતાના જીવનનું લક્ષ્ય બનાવ્યું અને પ્રાર્થના પ્રવૃત્તિ ઉપરાંત ‘પ્રાર્થના’ નામના સામયિકનું પ્રકાશન કાર્ય શરૂ કર્યું. જે આજે પણ સંસ્થાની એક પ્રશસ્ય પ્રવૃત્તિ છે. પૂ. સ્વામીજીનું ‘યોગવિદ્યાપીઠ’નું સ્વપ્ન હતું અને તે દિશામાં વડોદરાનરેશ સયાજીરાવ ગાયકવાડના વરદ હસ્તે વિદ્યાપીઠનો શિલાન્યાસવિધિ પણ કરાવ્યો હતો. પરંતુ પૂ.સ્વામીજીનું નિધન થતાં એ સ્વપ્ન અધૂરું રહ્યું.પરંતુ આજે પ્રાર્થનાસંઘ યોગ વર્ગો અને યોગઉપચારની પ્રવૃત્તિથી ધમધમે છે. સ્વામીજીનું એ રીતે યતકિંચિત ઋણ સ્વીકાર કાર્ય સાંપ્રત સમયમાં થઈ રહ્યું છે.

Our trustees

અમારા ટ્રસ્ટીશ્રીઓ

બંગલા નંબર-૨, રધુવીર સોસાયટી, ઉમરા,સુરત- ૩૯૫૦૦૭

ટ્રસ્ટીશ્રી ​

ફોન નં.: ૯૪૨૬૩ ૯૩૯૨૮

૧૦૦૪, ફાલકો એવન્યુ, સીટીલાઈટ રોડ, સુરત-૩૯૫૦૦૭

ટ્રસ્ટીશ્રી ​

ફોન નં. ૯૩૭૭૬ ૦૩૬૦૦

ભાગ્યલક્ષ્મી સોસાયટી, વિભાગ -૨,
જુના જકાત નાકા પાસે, પિપલોદ, સુરત

ટ્રસ્ટીશ્રી ​

ફોન નં. ૯૯૦૯૦ ૧૭૨૬૮

૧૧, નવચેતન સોસાયટી,
કૃષિમંગલ હોલની સામે, મજુરાગેટ

ટ્રસ્ટીશ્રી ​

ફોન નં. ૨૬૬૭૦૭૮

૧૯, કરુણાસાગર સોસાયટી ઉમરીગર રોડ,
સુરત ૩૯૫ ૦૦૭

ટ્રસ્ટીશ્રી ​

ફોન નં. ૯૮૭૯૧ ૨૪૬૫૦

Activities

પ્રવૃત્તિઓ​

યોગના વર્ગો
અને
યોગ દ્વારા ઉપચાર

પુસ્તકાલય-વાંચનાલય

સંગીતની પ્રવૃત્તિ

સીવણ વર્ગ
(વિધવા બહેનો માટે )

હોમિયોપેથિક સારવાર કેન્દ્ર​

પ્રાર્થના સામયિક પ્રકાશન ​

પ્રાર્થનાસંઘની પ્રવૃત્તિઓના વિકાસ માટે​

પ્રાર્થનાસંઘ દ્વારા ચાલતી અનેકવિધ પ્રવૃત્તિઓ માટે વિશાળ ભવન નિર્માણની જરૂર છે. આ માટે ચાર માળનું મકાન લિફ્ટ સહિત બનાવવા માટે રૂપિયા ચાર કરોડનો અંદાજિત ખર્ચ છે. આ નિર્માણ પામેલા ભવનમાં મુખ્યત્વે પુસ્તકાલય-વાચનાલય, ફિઝિયોથેરાપીનું અદ્યતન સાધનો સાથેનું સારવાર કેન્દ્ર, નેચરોપેથી તથા સંગીતની પ્રવૃત્તિ માટે આ ભવનનો ઉપયોગ થશે. આ ભવન નિર્માણ માટે વિવિધ સામાજિક સંસ્થાઓ, ટ્રસ્ટો, અને સહકારી સંસ્થાઓને આર્થિક ભંડોળ અર્પણ કરવા અનુરોધ કરીએ છીએ. સંસ્થાને મળતું દાન IT કલમ 80-G અંતર્ગત કરમુક્ત છે.

પ્રાર્થનાસંઘ સંકુલમાં ખાલી પડેલી જ્ગ્યા પર અતિ આવશ્યક એવી સમાજોપયોગી ફિઝીયોથેરાપી સારવારનું કેન્દ્ર છે પરંતુ અદ્યતન સાધનો વડે સારવાર આપવા માટે અદ્યતન સારવાર કેન્દ્ર શરૂ કરવા માગે છે. આજે આ પ્રકારની સારવાર અતિ ખર્ચાળ છે. સમાજમાં આજે એવા પ્રકારના રોગોમાં પ્રમાણ વઘતું જાય છે. જેમાં ફિઝીયોથેરાપી સારવાર અનિવાર્ય છે. જરૂરિયાતમંદ લોકો માટે આ ખર્ચાળ સારવાર રાહતદરે મળી રહે તે માટે આવું સારવાર કેન્દ્ર ખૂબ જ જરૂરી છે. આ સારવાર કેન્દ્ર અને અઘતન સાઘનો પાછળનો ખર્ચ મકાન અને સાઘનો સાથે અંદાજે રૂ. ૨૫ લાખ જેટલો છે. 

 સ્વામીજીએ ૧૯૫૦ થી શરૂ કરેલું ‘પ્રાર્થના’ માસિક માનસિક શાંતિ અર્પતું સંસ્કારલક્ષી સામયિક હોવાને કારણે અનેક પરિવારોમાં અત્યંત આદર ધરાવે છે. બહુજન સમાજને તેનો મહતમ લાભ મળે તે આશયથી માત્ર રૂ.૫૦૦/-માં તેનું આજીવન સભ્યપદ પ્રાપ્ત થાય છે. આટલા નજીવા લવાજમને 

 

 કારણે ‘પ્રાર્થના’ના નિભાવ માટે રૂ.૧૫ લાખ જેટલી આર્થિક સહાયની જરૂર છે. શુભેચ્છકો તથા વિવિઘ સંસ્થાઓ દ્વારા આટલી રકમ મળી રહે તો તેના વ્યાજમાંથી પ્રિન્ટિગ તેમજ પોસ્ટેજ ખર્ચ નીકળી શકે અને ‘પ્રાર્થના’ દ્વારા સ્વામીજીનો જીવન સંદેશ સમયના લાંબા પટ પર પ્રાપ્ત થતો રહે. લગભગ ૬૦ થી વધારે વર્ષથી ચાલતું આ પરિવારપ્રિય મુખપત્ર બંઘ કરવાની નોબત ન આવે તે હેતુથી રૂ ૧૫ લાખ જેટલું દાન ભંડોળ ઊભું કરવાની જરૂરિયાત વર્તાય છે. 

પ્રાર્થનાસંઘના આશ્રયે ચાલતી અન્ય પ્રવૃતિ ખાસ કરીને સીવણ વર્ગ માટે પણ રૂ ૧૦ લાખ જેટલી ખર્ચ પેટેની રકમ મળવી જરૂરી છે.આ બંને પ્રવૃતિ લોકોપયોગી પ્રવૃતિ છે તેનો લાભ લેનારા લોકોની સંખ્યા વઘતી જ જાય છે તેથી નિભાવખર્ચ માટે આટલું અનામત ભંડોળ જરૂરી બની રહે છે. 

  પ્રાર્થનાસંઘ દ્વારા થતી તમામ પ્રવૃતિ નફો રળવાના હેતુથી નહિ પરંતુ જનકલ્યાણના સદૂઉદેશથી ચાલતી પ્રવૃતિઓ છે. આ માટે જરૂરી એવી રૂ.૫0 લાખની આર્થિક સહાય માટે આ વિજ્ઞપ્તિ પત્ર દ્વારા સુરત સહિત ગુજરાતના મહાજનો વિવિઘ ચેરિટેબલ સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ તથા સરકારશ્રી દ્વારા મળતા આર્થિક સહાય માટે આ વિજ્ઞપ્તિ પત્ર દ્વારા અનુરોઘ કરીએ છીએ. આપ અથવા આપના હસ્તકની સંસ્થા દ્વારા આ ઘર્મકાર્ય–પરોપકાર કાર્યમાં સહભાગી બનીને જનકલ્યાણની આ ઉપયોગી પ્રવૃતિમાં ઉદાર હાથે આર્થિક સહયોગ આપશો તેવી આગ્રહભરી વિનતી છે.