PERSONAL RETREATS FOR EVERYBODY

About us

પૂજ્ય ભદ્ર સ્વામી સ્થાપિત પ્રાર્થના સંઘ - સુરત પરિચય

પૂ. ભદ્ર સ્વામીએ ઋષિકેશના સ્વામી શિવાનંદજી પાસે ૧૯૫૦માં દીક્ષા ગ્રહણ કર્યા પછી, તેમના મનમાં સતત લક્ષ્યની શોધ ચાલુ હતી. એ દરમ્યાન મહાત્મા ગાંધીજીનું નિધન થયું. પુર્વજીવનમાં તેઓ ગાંધીજી સાથે રહી ચૂક્યા હતા અને ગાંધી વિચારધારાથી પ્રભાવિત હતા. પૂ. મહાત્માજીના નિધન પ્રસંગે નિત્ય પ્રાર્થના એ બાપુનું સર્વોત્તમ સ્મારક છે. એવી પ્રબળ ભાવનાને અમલમાં મૂકવા અનાવલ શુકલેશ્વર ધામમાં નિવાસ કરી પ્રાર્થનસંઘનો આરંભ કર્યો. પ્રાર્થનાસંઘની સ્થાપના વિ.સં. 2007-ઇ.. 1951 નૂતનવર્ષના દિને થઈ. એક વર્ષ અનાવલ રહ્યા પછી સર્વને અનુકૂળ એવા મધ્યસ્થ સ્થળ તરીકે સુરતની પસંદગી કરી. સ્વામીશ્રી સુરત આવ્યા અને ઉમરાસોમનાથ મહાદેવમાં નિવાસ કર્યો. જ્ઞાનયજ્ઞ, પત્રિકા પ્રકાશન, યોગશિક્ષણ, ધ્યાત્મ અને સમાજ શિક્ષણ તથા માનવ કલ્યાણની ઉદાત્ત ભાવના સાથે પ્રાર્થનાસંઘ સંસ્થાનો પ્રચા-પ્રસાર થવા લાગ્યો. આજે આપણે જે જગ્યા પર ભેગા થયા છીએ એ જગ્યા બૃહદ મુંબઈ સરકારે સ્વામીજીને અર્પણ કરી. સં.2014, ઇ.. 1958 થી સુરત પ્રાર્થનાસંઘ-ભદ્ર આશ્રમનો આરંભ થયો.

ગુરુદેવ સ્વામી શિવાનંદજીએ પૂ. ભદ્ર સ્વામીને પ્રાર્થના તેમજ યોગ-ધ્યાન જેવી જનકલ્યાણની ભદ્ર ભાવના સાથે પ્રવૃત્તિ કરવાનો આદેશ આપ્યો હતો.પૂ. ભદ્ર સ્વામીજીએ પ્રાર્થના પ્રવૃત્તિને પોતાના જીવનનું લક્ષ્ય બનાવ્યું અને પ્રાર્થના પ્રવૃત્તિ ઉપરાંત ‘પ્રાર્થના’ નામના સામયિકનું પ્રકાશન કાર્ય શરૂ કર્યું. જે આજે પણ સંસ્થાની એક પ્રશસ્ય પ્રવૃત્તિ છે. પૂ. સ્વામીજીનું ‘યોગવિદ્યાપીઠ’નું સ્વપ્ન હતું અને તે દિશામાં વડોદરાનરેશ સયાજીરાવ ગાયકવાડના વરદ હસ્તે વિદ્યાપીઠનો શિલાન્યાસવિધિ પણ કરાવ્યો હતો. પરંતુ પૂ.સ્વામીજીનું નિધન થતાં એ સ્વપ્ન અધૂરું રહ્યું.પરંતુ આજે પ્રાર્થનાસંઘ યોગ વર્ગો અને યોગઉપચારની પ્રવૃત્તિથી ધમધમે છે. સ્વામીજીનું એ રીતે યતકિંચિત ઋણ સ્વીકાર કાર્ય સાંપ્રત સમયમાં થઈ રહ્યું છે.

Our management

અમારા હોદ્દેદારો

બંગલા નંબર-૨, રધુવીર સોસાયટી, ઉમરા,સુરત- ૩૯૫૦૦૭

પ્રમુખશ્રી

 મો.નં.: ૯૪૨૬૩ ૯૩૯૨૮

૧૦૦૪, ફાલકો એવન્યુ, સીટીલાઈટ રોડ, સુરત-૩૯૫૦૦૭

ઉપપ્રમુખશ્રી

મો.ન. ૯૩૭૭૬ ૦૩૬૦૦

૩, મહાત્મા ગાંધી સોસાયટી સિટીલાઈટ રોડ સુરત

કોષાધ્યક્ષ

મો.નં. ૯૪૨૬૭ ૭૬૬૧૧

૦૨ , ક્રીમસન પેલેસ, ,અલથાણ,   સુરત-૩૯૫૦૧૭ 

મંત્રી

મો.નં. ૯૪૨૬૧ ૦૪૨૦૬ 

૧૯, કરુણાસાગર સોસાયટી ઉમરીગર રોડ, સુરત ૩૯૫ ૦૦૭

મંત્રી

મો.નં. : ૯૪૨૬૮ ૭૦૯૯૯

Activities

પ્રવૃત્તિઓ​

યોગના વર્ગો
અને
યોગ દ્વારા ઉપચાર

પુસ્તકાલય-વાંચનાલય
મહાત્મા ગાંધી સાર્વ. પુસ્તકાલય
કસ્તુરબા ગાંધી મહિલા પુસ્તકાલય
જવાહરલાલ નહેરુ બાળ પુસ્તકાલય

સંગીતની પ્રવૃત્તિ

સીવણ વર્ગ
(વિધવા બહેનો માટે )

હોમિયોપેથિક સારવાર કેન્દ્ર​

પ્રાર્થના સામયિક પ્રકાશન

પ્રાર્થનાસંઘની પ્રવૃત્તિઓના વિકાસ માટે